Thursday, September 28

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી

0

હૃદયરોગના હુમલા સમયે આ સારવાર જીવનરક્ષક સાબિત થશે

વર્તમાન સમયમાં કોઈ કારણોસર વધતા જતા હૃદયરોગના હુમલાના કારણે આ બાબતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ લક્ષ્ય આપી સેવાલક્ષી અભિગમ સાથે સમગ્ર પંથકના ભાજપના કાર્યકરોને સીપીઆર ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા પોરબંદર અને જામનગર ખાતે ટ્રેનિંગ સેશનમાં સહભાગી થયા હતા. જેમાં લોકોને હૃદયરોગનો હુમલો આવતી વખતે કઈ રીતે સારવાર આપી, જીવન રક્ષણ આપવું તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયા ક્ષેત્ર માટે રાજુભાઈ ભરવાડ અને દ્વારકા ક્ષેત્ર માટે ધનાભા જાડિયાની રાહબરી હેઠળ અનુક્રમે પોરબંદર તથા જામનગરની મેડિકલ કોલેજ ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ભરતભાઈ ગોજીયા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, રાજુભાઈ સરસીયા, વનરાજસિંહ વાઢેર તથા તેઓની ટીમના આશરે ૨૦૦ જેટલા કાર્યકરોએ આ મહત્વની સી.પી.આર. ટ્રેનીંગ લીધી હતી.

error: Content is protected !!