ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મેડિકલ ઓફિસર વર્ગ-૨ની પરીક્ષાનુ પરિણામ જાહેર

0

૭૦૪ ઉમેદવારો મેડિકલ ઓફિસરની પરીક્ષામાં ઉત્તીર્ણ : રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ૭૦૪ જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-૧ અને ૨ ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નવીન ૭૦૪ મેડિકલ ઓફિસરોનું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું છે.

error: Content is protected !!