ભોગાત ગામે ચાલતા ભાગવત સપ્તાહ સમારોહમાં આજે ગોવર્ધન લીલાના કાર્યક્રમો

0

આજે રાત્રે માયાભાઈ આહીર ધર્મપ્રેમી લોકોને જલસો કરાવશે : આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આહિર સમાજના સમસ્ત કરમુર પરિવાર દ્વારા કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં આવેલા સતી માતાના મંદિર નજીકના વિશાળ પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કરમુર પરિવાર આયોજિત આ ભાગવત સપ્તાહમાં સુવિખ્યાત વક્તા ડોક્ટર મહાદેવપ્રસાદ મહેતા તેમની મધુર વાણીથી કથા રસીકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. આ સાથે હાલ માધવપુર તથા દ્વારકામાં ઉજવવામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ પ્રસંગે હર્ષદ ગાંધવી આ જાણ પહોંચતા સમસ્ત કરમુર પરિવાર દ્વારા લોકો આ ધર્મોત્સવમાં સહભાગી થયા હતા. જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જગદીશભાઈ મકવાણા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, પરબતભાઈ ભાદરકા સહિતના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો આ શુભ પ્રસંગમાં સહભાગી થયા હતા. આ સાથે આજરોજ રાત્રે કથા સ્થળે વિશ્વવિખ્યાત સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગત સાંજે કથા સ્થળે નંદ મહોત્સવ બાદ આજરોજ મંગળવારે ગોવર્ધન લીલાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે બુધવારે રૂક્ષ્મણી વિવાહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણ સહિતના ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જે માટે સમસ્ત કરમુર પરિવાર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!