ખંભાળિયાના મહત્વના અને ટ્રાફિકથી ધમધમતા એવા નગર ગેઈટથી જાેધપુર ગેઈટ સુધી જતા માર્ગમાં એચડીએફસી બેન્કની પાછળ આવેલી ગલીનો રસ્તો કે જે અનેક રાહદારીઓ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ ઉપરાંત આ સ્થળે આવેલા દુકાનદારો માટે આશીર્વાદરૂપ છે, તે માર્ગ ઉપર થોડા સમય પૂર્વે નગરપાલિકા દ્વારા બ્લોક વડે માર્ગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પેવર બ્લોક ઉખડી જતા હાલ આ રસ્તો તદ્દન ભયજનક બની રહ્યો છે. આટલું જ નહીં, આ રસ્તાની એક છેડે ઊંડી ગટર પણ આવેલી હોવાથી ગમે ત્યારે અહીં જીવલેણ અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ પણ રહેલી છે. શહેરમાં અનેક રસ્તાઓના નવનિર્માણ થઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા નગર ગેઈટથી જાેધપુર ગેઈટ વચ્ચેની ગલીમાં પેવર બ્લોક વાળા આ રસ્તાને નવેસરથી અને સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તેવી માંગ પણ આ વિસ્તારના દુકાનદારો તથા રાહદારીઓમાં ઊઠવા પામી છે.