તા.પહેલી અને બીજી એપ્રિલના રોજ શનિ-રવિ જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં પહેલી વખત ગુજરાત સરકાર દ્વારા આયોજિત દોડ, કુદ અને ફેકની રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધા અમદાવાદ મુકામે યોજાયેલ હતી. ગુજરાતના બધા જિલ્લામાંથી સિનિયર સિટીઝન બહેનોએ ભાગ લીધો હતો. આખા રાજ્યમાં કુલ ૩૨ મેડલનું વિતરણ થયું હતું. તેમાંથી પાંચ મેડલ જૂનાગઢે મેળવ્યા છે. તેમાં જૂનાગઢના બહેનોએ બે ગોલ્ડ મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવીને જૂનાગઢનું બહેનોએ ગૌરવ વધાર્યું હતું. મહિલા સિનિયર સિટીઝન રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં જૂનાગઢના ખેલાડીઓ વિજેતા બન્યા છે. જેમાં આશાબેન ગાંધી-૩૦૦૦ કિલોમીટર વોકિંગમાં ગોલ્ડ મેડલ અને બરછી ફેકમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છેે. હંસાબેન ખાનપરા-૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છેે. પાઘડાર રંજનબેન-૮૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. રમાબેન ગરાળા – ઉંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવે છે. સંતોષબેન મુન્દ્રા-ચક્ર ફેકમાં ચોથો નંબર મેળવે છે. વિજેતા ખેલાડીઓને માસ્ટર ખેલ કુદ મંડળ પરિવારના પ્રમુખ ઈકબાલભાઈ મારફતિયા, સફીભાઈ દલાલ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેએ ટીમના કોચ હારૂનભાઇ વિહળ, ટીમ મેનેજર રાજેશભાઈ ગાંધી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે તેમ માસ્ટર ખેલકૂદ મંડળના જનરલ સેક્રેટરી હારૂનભાઈ વિહળની યાદી જણાવે છે.