ભેંસાણમાં અગાઉના મનદુઃખે ધારીયું, લાકડી, છરી વડે હુમલો : બે સામે ફરિયાદ

0

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ ખાતે ગઈકાલે બનેલા એક બનાવમાં અગાઉના મનદુઃખનો ખાર રાખી અને ધારીયું, લાકડી તથા છરી વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે. જે અંગે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર ભેંસાણ તાલુકા નવી ધારી ગુંદાળી ખાતે રહેતા કાજલબેન જેઠાભાઈ રાઠોડ(ઉ.વ.૩ર)એ અભિષેક ગઢવી રહે.ભેંસાણ તથા રાજ રબારી રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના માસીયાઈ ભાઈ જીતેન્દ્રભાઈ તથા ફરિયાદીના ભાઈ અક્ષય સાથે આશરે એક માસ પહેલા આરોપી નં-૧નાને બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી ફરિયાદી તથા તેના પતિ ફરિયાદીના ભાઈના ઘરે હતા અને આરોપી નં-૧ ફરિયાદીના માસીયાઈ ભાઈ મહેન્દ્રભાઈ સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો દેતો હોય જેથી ફરિયાદી આરોપીને સમજાવતા તેણે ફોન કરી આરોપી નં-રને બોલાવતા આરોપી નં-રએ ધારીયું આરોપી નં-૧ને આપેલ અને આરોપીઓએ ફરિયાદીને બેફામ ભુંડી ગાળો દઈ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના માસીયાઈ ભાઈ સાથે ઝપાઝપી કરતા જેથી ફરિયાદી તથા તેના પતિ વચ્ચે પડતા ફરિયાદીને ગરદનના ભાગે અને તેના પતિને ડાબા હાથમાં ઈજા પહોંચાડી અને બંનેએ એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એસટીએસસી સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી ડી.વી. કોડીયાતર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!