કોડીનાર શહેરના જીન પ્લોટમાં રહેતા સૈયદ તોફીકબાપુ સીરાજીની લાડકવાયી દીકરી નુરેન ફાતેમાએ માહે રમજાનનો પહેલો રોજાે રાખી ખુદાની બંદગી કરી

0

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં રહેતા સૈયદ તોફીકબાપુ સીરાજીની લાડકવાયી દીકરી નુરેન ફાતેમાએ(૩ વર્ષ)ની નાની ઉંમરે ભર ઉનાળે રમજાન શરિફનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યું હતું અને પહેલો જ રોજાે રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી. મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવારના ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા હોય છે. તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહ્યા નથી તેઓ પણ રોજા રાખે છે. રમજાન માસની શરૂઆતમાં પહેલો રોજાે કોડીનાર શહેરના જીન પ્લોટમાં રહેતા સૈયદ તોફીકબાપુની લાડકવાયી નુરેન ફાતેમાએ જીવનનો પહેલો જ રોજાે રાખીને અલ્લાહની ઈબાદત કરી અને હિન્દુસ્તાનમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશમાં અમન અને શાંતિ રહે તેવી દુવા માંગી હતી.

error: Content is protected !!