સૌરાષ્ટ્રમાં એક અઠવાડીયાથી કમોસમી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગોંડલ, વિરપુર, જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તરોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારોમાં પણ કરાનો વરસાદ પણ થયાના અહેવાલ છે. દરમ્યાન આજે વહેલી સવારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં પણ હવામાનમાં પલ્ટો આવતા ઠંડકતા પ્રસરી ગઈ હતી તેમજ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને વરસાદી છાંટણા કેટલાક સ્થળોએ પડયા હતા. ચૈત્ર માસ એટલે વરસાદની મોસમ શરૂ થાય તે પહેલાના સમયગાળામાં વાદળો ઘેરાવાનો માહોલ હોય છે. ચૈત્રના દનૈયા પુરા ભરાય અને ત્યારબાદ જેઠ અષાઢમાં વરસાદ તુટી પડે.