જૂનાગઢમાં લોકોની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો જાણવા માટે મનપા દ્વારા લોકદરબાર યોજવા માંગ

0

રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી અનેક સમસ્યાથી પીડીત એવા જૂનાગઢ શહેરના લોકો પોતાનીદાદ ફરિયાદ અને રજુઆત માટે મનપાની કચેરીએ મોરચા માંડે છે : પ્રજાની ફરિયાદ સત્તાધિશોએ સમજી અને ઉકેલ લાવવા કાર્યવાહી કરવી જાેઈએ

જૂનાગઢ શહેરના લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ છે. લાઈટ, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્ને અનેક સમસ્યાઓ છે અને અવાર-નવાર રજુઆતો કરવા છતાં મનપાના સત્તાધિશો દ્વારા યોગ્ય કાર્યવાહી થતી ન હોય તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. એટલું જ નહી પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકો પોતાની રજુઆતનો પડઘો પાડવા મનપા કચેરીએ મોરચા માંડતા હોય છે. લોકોની અનેક ફરિયાદ હોવા છતાં જૂનાગઢ મનપાના સત્તાધિશો લોકોને પ્રાથમિક સુવિધા આપવા ઉણા ઉતરી રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદ છે. જૂનાગઢ શહેરમાં રસ્તાઓની રામાયણ તો કાયમને માટે રહેલી છે. રસ્તા તુટી જાય અને અનેક રજુઆતો બાદ જયાં રસ્તાઓ બનાવવામાં આવે અને આ નવા રસ્તા મળ્યા છે તેનો સંતોષ માનીને લોકો જયાં નિરાતનો શ્વાસ લે ત્યાં જ થોડા સમયમાં ફરી રસ્તા તોડવાની સમસ્યા ઉદભવે. હાલ જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તૈયાર રસ્તાની બાજુની સાઈડ ખોદી નાખવામાં આવી છે. આ ખોદેલી સાઈડમાં પાઈપલાઈની પાથરવાની કામગીરી અંતર્ગત આ ખોદકામ થઈ રહ્યું છે. ખોદકામ પુરૂ થયા બાદ પાઈપલાઈન પાથરી દેવામાં આવ્યા બાદ ફકતને ફકત માથે ધુળ અને ખોદકામ કરવામાંથી જે કસતર નીકળ્યું હોય તે પાથરી દેવામાં આવે છે અને આવી ધગધડા વિનાની કામગીરીને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તો અત્યારે જે પાઈપલાઈન નાખવાની કામગીરી જે ચાલી રહે છે અને ત્યારબાદ રસ્તાઓના સાઈડમાં રહેલી જગ્યાઓની જે હાલત છે તેનું સેમ્પલ દર્શાવવામાં આવેલ છે. આવા તો અનેક પ્રશ્નો રહેલા છે. લોકોની સમસ્યાને સમજી વિચારી તેમજ તેમને ઉકેલની દીશા આપવી તે પ્રજાના પ્રતિનિધિઓનું મુખ્ય કર્તવ્ય છે. ચૂંટણી આવે ત્યારે જૂનાગઢના જ મતદારોએ જે તે ઉમેદવારો ઉપર વિશ્વાસ મુકી અને તેને ખોબલે ખોબલે મત આપી અને ચુંટી કાઢયા હોય છે. પ્રજાના આ પ્રતિનિધિઓ ચૂંટણી પહેલા લોકોને એટલે કે મતદારોને લળી લળીને સલામ કરતા હોય છે. ચૂંટણી પુરી થયા બાદ અને ખાસ કરીને વિજેતા બન્યા બાદ ઉલ્ટી ગીનતી શરૂ થાય છે અને જેમાં ચૂંટણી પહેલા લોકોને લળી લળીને સલામ ભરતા ઉમેદવારો જયારે ચૂંટાઈને જયારે પ્રજાના પ્રતિનિધિ બને છે ત્યારે લોકોએ તેમને સલામ મારવાનો સલામ મારવાનો સમય આવી ગયો તેવું આમ જનતા છડે ચોક બોલી રહી છે. જૂનાગઢ શહેરના લોકોની પ્રાથમિક સમસ્યા અને મુશ્કેલી સમજવા માટે મહાનગરપાલિકાના શાસકો દ્વારા લોકદરબાર યોજવો જાેઈએ અને જયાં ઉપસ્થિત લોકો પાસેથી તેની શું ફરિયાદ છે તે સાંભળવી જાેઈએ અને ત્યારબાદ મનપા દ્વારા કયારે આ પ્રશ્નના ઉકેલ માટે કામગીરી હાથ ધરવામાં આવશે અને કેટલા દિવસમાં આ કાર્ય પુરૂ કરવામાં આવશે તે જણાવવું જાેઈએ. અત્યારે તો એટલું જ કહેવાનું કે મનપાના શાસકોએ લોકોની ફરિયાદ સાંભળવા માટે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે લોકદરબાર યોજે તેવી અપેક્ષા અને લાગણી આમ જનતા રાખી રહી છે.

error: Content is protected !!