દ્વારકા જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણમાં થતા અકસ્માત નિવારવા ઈલેક્ટ્રીક ઉપકરણોના ઉપયોગની થશે વિચારણા

0

દ્વારકા કોરીડોરને પ્રાધાન્યતા તથા મંદિર પરિસરની સફાઈ ઉપર ખાસ ભાર મુકાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા દ્વારકા દર્શને ખાસ આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરી, શુભેચ્છકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાતચીત દરમ્યાન નિર્દેશ કરતા કહ્યું હતું કે દ્વારકાધીશજીના ધ્વજારોહણનું ખૂબ મહત્વ છે અને તેમાં અગાઉ થયેલા અકસ્માતોને નિવારવા સલામતી સાથે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં લઈને આવનારા સમયમાં દ્વારકા જગત મંદિર ઉપર ચડાવતા ધ્વજાજીના આરોહણ માટે ઈલેક્ટ્રીક ઉપકરણોના માધ્યમથી અકસ્માત નિવારણ માટે વિચારણા થશે. આ ઉપરાંત દ્વારકા જગત મંદિરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નવનિર્માણાધીન કોરોડોરનો વિકાસ કરવાની ખાસ પ્રાધાન્યતા આપવાનું પણ કલેકટરે જણાવ્યું હતું. આ ઉપરાંત મંદિર પરિસર અને શહેરની સ્વચ્છતા ઉપર ભાર મુકતા તેઓએ પાલિકાને કેટલાક ખાસ પ્રકારના સૂચનો કર્યા હતા. અહીં જિલ્લા કલેક્ટરનું દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી રમેશભાઈ હેરમા, ગુગળી સમાજના પૂજારી પરિવારના પ્રતિનિધિઓ વિગેરેએ સન્માન કર્યું હતું. અત્રે એ પણ ખાસ નોંધનીય છે કે હાલ અંબાજી અને સોમનાથ યાત્રાધામમાં ધ્વજાજીનું આરોહણ ઇલેક્ટ્રીક ઉપકરણોના માધ્યમથી કરાવી રહ્યું છે. જ્યારે નવનિયુક્ત કલેકટરએ સોમનાથ મંદિરની વ્યવસ્થાનો પણ અનુભવ હોય, જેથી દ્વારકાના વિકાસ માટે તેઓએ એક મજબૂત પાયાથી કામગીરી શરૂ કરી છે.

error: Content is protected !!