જૂનાગઢ શહેરમાં મોટરસાઈકલમાં બેસવા બાબતે ઠપકો આપવા જતા માર મારવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ડેલી ફળીયા, છાયાબજાર, દિવાન ચોક પાસે રહેતા અશ્વિનભાઈ નાનુભાઈ જાેબનપુત્રા(ઉ.વ.૭૧)એ વિપુલ મોહનભાઈ ગોહેલ રહે.ગાંધીગ્રામ, જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી ફરિયાદીની મોટરસાઈકલ ઉપર બેઠો હોય અને તેેને ગાડી પરથી નીચે બેસ તેમ કહેતા વિપુલ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલ અને ફરિયાદીને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર તથા ધક્કો મારતા ફરિયાદીના શરીરે ઈજાઓ પહોંચી હતી અને ફરિયાદી નીચે પડી ગયેલ તેમજ ફરિયાદીનો ચેન પણ પડી ગયેલ અને પાસળીના ભાગે ડાબી બાજુ ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઓ.આઈ. સીદી ચલાવી રહ્યા છે.
ભેંસાણ પંથકમાં મોટરસાઈકલ પર કેમ બેઠા છો તેમ કહી માર મારી હડધુત કર્યાની ફરિયાદ
ભેંસાણ તાલુકાના ખંભાળિયા ગામના નિખીલભાઈ ભરતભાઈ સોલંકી(ઉ.વ.૧૭)એ કૌશિક ભાટી રહે.પસવાડા તથા સાત થી આઠ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદ નરેન્દ્રભાઈ પરબના મેળાના પાર્કિંગમાં મોટરસાઈકલ ઉપર બેઠેલ હતા અને આ કામના આરોપી ત્યાં આવી અને ફરિયાદીને કહેલ કે અહીં શું બેઠા છે તેમ કહી જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી હડધુત કરતા સાહેદ નરેન્દ્રભાઈ ડરી જતા તેણે દિવ્યેશભાઈ સોલંકીને ફોન કરી બોલાવેલ અને આરોપીએ કયાંકથી લોખંડનો પાઈપ લઈ આવી ફરિયાદીના માથામાં એક ઘા મારી દીધેલ અને તેવામાં અન્ય સાત થી આઠ આરોપીઓ આવી ગયેલ અને ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુંનો માર મારી ભુંડી ગાળો આપી સાહેદ દિવ્યેશભાઈ તથા હાર્દિકભાઈ આવતા તેઓને પણ આરોપીઓએ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરનામાનો ભંગ કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એસસી/એસટી સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી હિતેશ ધાંધલીયા ચલાવી રહ્યા છે.
બિલખા નજીકના ચોરવાડી નજીક વાડીની ઓરડીમાં પરણીતા ઉપર દુષ્કર્મ કર્યાની નોંધાઈ ફરિયાદ
જૂનાગઢ જીલ્લાના બિલખા પોલીસ સ્ટેશનના ચોરવાડી ગામની નજીક આવેલ ગોપાવાડીની સીમમાં બનેલા એક બનાવમાં પરણીતા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે બિલખા પોલીસે આપેલી વિગત અનુસાર બિલખાના ચોરવાડી ગામે આવેલી ગોપાવાડી સીમમાં એક વાડીની ઓરડીમાં એક પરણીત મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવેલ છે. જેમાં અજય અશોકભાઈ કોટડીયા રહે.ચોરવાડી વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદી પરણીત મહિલાની વાડીએ ઓરડીમાં મહિલાની ઈચ્છા વિરૂધ્ધ આ કામના આરોપીએ દુષ્કર્મ આચરી તેમજ ફરિયાદીના પતિ તથા દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બિલખાના પીએસઆઈ આર.પી. ચુડાસમા ચલાવી રહ્યા છે.
માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે પાણીની ડોલમાં પડી જતા બાળકનું મૃત્યું
માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે બનેલા એક બનાવમાં વૃષભકુમાર જેન્તીભાઈ ચાંડેગરા(ઉ.વ.૧ વર્ષ ૯ માસ) વાળા કોઈ કારણસર રમતા-રમતા પાણીની ડોલમાં ઉંધેમાથે પડી જતા ડુબી જવાથી તેનું મૃત્યું થયું છે. માળીયા હાટીના પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.