ખંભાળિયા અને ભાણવડમાં કોંગ્રેસ દ્વારા “જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ” યોજાયો : મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જાેડાયા

0

ગુજરાત કોંગ્રેસ સમિતી દ્વારા “જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ” હેઠળ દરેક તાલુકામાં યોજવાના કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સૌરાષ્ટ્ર કચ્છનાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી અને એ.આઈ.સી.સી.(છૈંઝ્રઝ્ર)ના જનરલ સેક્રેટરી રામકિશન ઓજાજી ખંભાળિયા તાલુકા તથા શહેરના કાર્યકર્તાને સંબોધીને આ સત્યાગ્રહને આગળ વધારવા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, જિલ્લા પ્રભારી સારાબેન મકવાણા, જી.પી.સી.સી.ના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા, માજી મંત્રી ડો. રણમલભાઈ વારોતરિયા, સોશિયલ મીડિયા ચેરમેન રાહુલ જગતિયા, એભાભાઈ કરમુર, નાગાજણભાઈ જામ, જીવાભાઈ કનારા, કાંતિભાઈ નકુમ, વિજય ગોરિયા, હિતેશ નકુમ, કપિલ ત્રિવેદી, છાયાબેન કુવા, પરબત લગરિયા, અબ્બાસભાઈ ભાયા તથા મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ જ રીતે ભાણવડ ખાતે પણ કરવામાં આવેલા સંબોધનમાં જિલ્લા પ્રમુખ યાસીનભાઈ ગજ્જન સાથે સ્થાનિક આગેવાનો ગિરધરભાઈ વાઘેલા, ધરણાંતભાઈ આંબલીયા, હિતેષભાઇ જાેશી, ભરતભાઈ વાઘેલા, વાહીદભાઈ ગીરાચ, ડો.જાવિયા, રસિકભાઈ ચૌહાણ, સુભાષભાઈ રાડિયા, હિમાંશુભાઈ રાડિયા સહિતના આગેવાનો-કાર્યકરો જાેડાયા હતા.

error: Content is protected !!