ખંભાળિયાના મહત્વના એવા બંગલા વાડી વિસ્તારમાં લાંબા સમય બાદ એલ.ઈ.ડી. લાઇટના ઝળહળા

0

ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટો નખાત સ્થાનિકોમાં રાહત

ખંભાળિયા શહેરના છેવાડાના વિસ્તાર અને શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવતા બંગલા વાડી ખાતે ગ્રામ પંચાયત દ્વારા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટો ફીટ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં રહેતા લોકોને માર્ગ ઉપરના અંધારાથી મુક્તિ મળી છે. ખંભાળિયાની બગલમાં આવેલી અને મહત્વની એવી શક્તિનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા વિસ્તારોમાં આશરે ૨૦૦ જેટલા જેટલી એલ.ઈ.ડી. સાથેની સ્ટ્રીટ લાઈટો નાખવા માટેના પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂની અને પોસ મનાતી એવી સોસાયટી બંગલા વાડી ખાતે ગ્રામ પંચાયત દ્વારા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટ ફીટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. લાંબા સમયથી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે સ્થાનિક લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા, તથા સભ્યો અને તલાટી મંત્રી દ્વારા કરવામાં આવેલી જરૂરી કામગીરી બાદ આ વિસ્તારમાં એલ.ઈ.ડી. લાઇટો ફીટ કરી દેવામાં આવતા આ વિસ્તારના રહીશોને રસ્તા ઉપરના અંધારાથી છુટકારો મળ્યો છે. ગ્રામ પંચાયતની કામગીરીને આ વિસ્તારના લોકોએ બિરદાવી, આભારની લાગણી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!