ચૂરના ખેડૂતનું જીરૂ ૭,૮૦૦ રૂપિયા પ્રતિ મણમાં વેચાયું
જીરુના ભાવ આ વર્ષે ઐતિહાસિક સપાટી બતાવી રહ્યા છે. ત્યારે ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં પણ એક ખેડૂતનું જીરૂ રૂા.૭,૮૦૦ના મણ લેખે વેચાયું હતું. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામે રહેતા નારણ રણમલ ગોજીયા નામના ખેડૂત અહીંના માર્કેટિંગ યાર્ડમાં પોતાનું જીરૂ વેંચવા આવ્યા હતા. અહીંના યાર્ડમાં મયુર ટ્રેડિંગમાં થયેલી હરાજીમાં જીરૂનો ભાવ ઐતિહાસિક સ્તરે રૂપિયા ૭,૮૦૦ બોલાયો હતો. આમ, અહીંના ખેડૂતોને જીરૂના પાકનો સારો એવો ભાવ પ્રાપ્ત થતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.