જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની મંડળીના સભાસદનું નિધન થતા વારસદારને રૂપિયા પાંચ લાખનો ચેક અપાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં આવેલી ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લિમિટેડ સંયોજિત શ્રી કૃષિ ઉદ્યોગ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ તરીકે ફરજ બજાવતા ગજુભા ધનુભા જાડેજા નામના યુવાનનું ૪૮ વર્ષની વયે અકસ્માતે નિધન થતાં ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના અંગત અકસ્માત વીમા યોજના અન્વયે રૂપિયા પાંચ લાખનો વીમા ક્લેમનો ચેક બેંકના ચેરમેન પી.એસ. જાડેજાના હસ્તે મૃતક સભાસદના વારસદાર વિશ્વરાજસિંહ ગજુભા જાડેજાને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ સાથે કૃષિ ઉદ્યોગ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગંભીરસિંહ જાડેજા, મંત્રી પરાક્રમસિંહ જાડેજા તથા સીદસરા ગામના આગેવાન, સરપંચ તથા બ્રાન્ચ મેનેજર રામદેભાઈ માળીયા હાજર રહ્યા હતા અને પી.એમ.એસ.બી.વાય. યોજનાની જાણકારી આપવામાં આવી હતી. સભાસદો આ યોજનાનો વધુમાં વધુ લાભ લ્યે તેવા પ્રયત્નો કરવા પણ જણાવ્યું હતું. આ સાથે સહકારી મંડળીના પ્રમુખ ગંભીરસિંહ જાડેજા દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!