ખંભાળિયાની ખાનગી એવી વેદાંત હોસ્પિટલનું પ્રેરણા રૂપ પગલું
ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલ કે જેમાં દર્દીઓની સેવા-સારવાર બાદ તેમના સુખરૂપ જીવન માટે પ્રેરણા આપતી ગીતાજીની પુસ્તિકા ભેટ આપવામાં આવે છે. ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી ડોક્ટર અમિત નકુમની વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ દર્દી દાખલ થયા બાદ ડીસ્ચાર્જ થાય ત્યારે તેમને ગીતાજીનું પુસ્તક અર્પણ કરવામાં આવે છે. આ અંગે પ્રતિભાવ આપતા વેદાંત હોસ્પિટલના ડાયરેક્ટર ડો. અમિત નકુમે જણાવ્યું હતું કે “હિન્દુઓના પવિત્ર ગ્રંથ ગીતાજી દ્વારા લોકોને જીવન જીવવાની પ્રેરણા મળે છે અને તેના પઠન, અનુકરણથી લોકો સુખરૂપ જીવન જીવી શકે છે તેવા આશયથી આ પુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે”. અહીંની એકમાત્ર એવી વેદાંત હોસ્પિટલ દ્વારા દર્દીઓને ગીતાજી પુસ્તકની ભેટ અનુકરણીય તથા પ્રેરણારૂપ બની રહે છે.