દેવભુમી દ્વારકા જિલ્લા ખાતે સી-ટીમ દ્વારા સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમ આયોજન

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સી ટીમની રચના કરવામાં આવી છે. સી-ટીમની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજય સરકાર દ્વારા કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. આગામી સમયમાં દિન-પ્રતિદિન સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વસવાટ કરતા વયોવૃદ્ધ લોકો સાયબર ક્રાઇમનો ભાગ ન બને તે માટે તેઓને જાગૃત કરી, સાયબર સંબધિત બાબતે શિક્ષીત કરવા માટે આગામી ૧૧ થી તા.૨૨ એપ્રિલ સુધી એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા દેવભુમી દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવા માટે આપવામાં આવેલી સુચનાના અનુંસંધાને સી-ટીમના નોડલ અધિકારી અને ડી.વાય.એસ.પી. એમ.એમ. પરમાર દ્વારા કળા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના અધ્યક્ષ સ્થાને ગઈકાલે સોમવારે જિલ્લા સી-ટીમના સભ્યોને સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી છે. જેમાં આગામી તા.૨૨ એપ્રિલ દરમ્યાન જિલ્લા સી-ટીમના સભ્યો, સિનિયર સિટિઝના રહેણાંક મકાને જઇ પ્રત્યક્ષ સંપર્ક કરી તેઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા સૂચના પત્ર આપી અને સાયબર ક્રાઇમથી બચવા માટે પ્રાથમિક સમજ આપશે. સાથે સાથે તેઓને પડતી મુશ્કેલી બાબતે પણ જાણકારી મેળવી નિરાકરણ કરવા પ્રયત્ન શીલ રહેશે. પોલીસ તંત્રની આ ઝુંબેશ આવકારદાયક બની રહી છે.

error: Content is protected !!