ખંભાળિયાની હાપીવાડી સરકારી શાળામાં રૂા.૯૦ લાખના ખર્ચે વિવિધ કામોના ખાત મુહૂર્ત કરાયા

0

ખંભાળિયા તાલુકામાં આવેલી હાપીવાડી પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા ૯૦ લાખના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચાર નવા ઓરડા, જૂના ઓરડાનું રીપેરીંગ, સ્કૂલ અપગ્રેટેશન, મેનગેટથી દરેક રૂમ સુધીની પાથેય કનેક્ટિવિટી, ગ્રીન સસ્ટેનેબલ અને નવી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, નગરપાલિકાના જીગ્નેશભાઈ પરમાર, હર્ષદપુર ગ્રામ પંચાયતના સરપંચના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આમંત્રિતો, જિલ્લા પંચાયતના સભ્યો, હાપીવાડી શાળાના મુખ્ય શિક્ષક અને જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ રામભાઈ ચાવડા, શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!