Saturday, September 23

ખંભાળિયા નજીકના પૌરાણિક મંદિરે આગેવાનો, કાર્યકરો દ્વારા માથું ટેકવવામાં આવ્યું

0

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા આઈ બેલી આવડ માતાજીના મંદિર ખાતે ગઈકાલે સોમવારે યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ ઉપસ્થિત રહી અને પૂજન અર્ચન કર્યું હતું. આ ઉપરાંત તેમની સાથે મહામંત્રી રસિકભાઈ નકુમ, જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભરવાડ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કંચનપુર તથા ધરમપુર વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા આગેવાનો – હોદ્દેદારોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!