રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા વહીવટી તંત્ર સજ્જ

0

જેતપુર, પડધરી, કસ્તુરબાધામ અને સરધારના આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજાઈ

રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા વહીવટી તંત્ર સજ્જ બની કામગીરી કરી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પીટલ – જેતપુર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કસ્તુરબાધામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરધાર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. કોવીડ-૧૯ના વધતા કેસોને ધ્યાને લેતાં તકેદારીના પગલારૂપે સિવિલ હોસ્પીટલ, જેતપુર ખાતે રૂબરૂ મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલના અધિક્ષક નિકિતાબેન પડીયા તથા તેમના મેડીકલ સ્ટાફની ઉપસ્થિતિમાં ઓકસીજન સપ્લાય તથા વેન્ટીલેટર મશીન, ઉપલબ્ધ બેડની સંખ્યા વગેરે આનુષંગીક બાબતો અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમ્યાન ૨૨ બેડ અને ૪ વેન્ટીલેટર મશીન, ઓકસીજન સપ્લાય વગેરે જરૂરિયાત મુજબનું હોવા બાબતની સમીક્ષા કરાઈ હતી. આ તકે જેતપુર શહેર મામલતદાર કિશોરભાઈ અઘેરા તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી.એ. ગીનીયા ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, સામુહિક આરોગ્ય કેન્દ્ર – પડધરી ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન કરાયેલી ચકાસણી મુજબ અહીં ૧ પી.એસ.એ. પ્લાન્ટ તથા ઓકસીન સેંન્ટ્‌ર્લ પાઇપલાઇન કાર્યરત છે. તેમજ કોવીડ-૧૯ના ઈલાજને લગતા સાધનો જેવા કે કુલ ૨૦ બેડ, ૪ ડી ટાઇપ સીલીન્ડર, ૧૦ ઓકસીઝન કોન્સન્ટ્રેટર, નેબ્યુલાઇઝર, પ્લસ ઓક્સીમીટર, ઓક્સીઝન સીલીન્ડર, પી.પી.ઈ. કીટ, માસ્ક તથા દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલ્બધ છે. આ તકે નાયબ મામલતદાર ડી.વી. મોરાડીયા, સર્કલ ઓફિસર પીયુષભાઈ ચુડાસમા, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. જૂહીબેન સોનાગ્રા, મેડીકલ ઓફિસર ડો. કૃણાલભાઈ વાલાણી, ફીઝીયોથેરાપીસ્ટ ડો. પ્રશાંતભાઈ ઠાકર તથા નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજકોટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કસ્તુરબાધામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરધાર ખાતે રાજકોટ તાલુકા મામલતદાર કમલેશભાઈ કરમટાના નેજા હેઠળ મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલ દરમ્યાન કરાયેલી ચકાસણી પ્રમાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કસ્તુરબાધામમાં ૪ કોવીડ બેડ, ૧ બી ટાઇપ સીલીન્ડર, ૬ ડી ટાઇપ સીલીન્ડર, ૨ ઓકસીઝન કોન્સન્ટ્રેટર, ૮ નેબ્યુલાઇઝર, ૪૫ પ્લસ ઓક્સીમીટર તથા પૂરતા પ્રમાણમાં દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરધારમાં ૨ કોવીડ બેડ, ૫ બી ટાઇપ સીલીન્ડર, ૧ ડી ટાઇપ સીલીન્ડર, ૪ ઓકસીઝન કોન્સન્ટ્રેટર, ૧ નેબ્યુલાઇઝર, ૩ પ્લસ ઓક્સીમીટર તથા પૂરતા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ છે.
કોરોના મહામારીની અગમચેતીરૂપે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાની સંભવિત મહામારીની અગમચેતી રૂપે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. સરકારી તંત્રના લડાયક યોદ્ધાઓએ કોરોના મહામારીની સંભવિત પરિસ્થિતિનો નીડરતાથી સામનો કરી નાગરિકોને સુરક્ષિત રાખવા માટેની પૂરતી તૈયારીઓનું નિદર્શન રજૂ કર્યું હતું. જસદણ સરકારી હોસ્પિટલમાં મામલતદાર સંજયસિંઘ જે. અસવારે, તાલુકા હેલ્થ ઓફિસર સી.કે.રામ, સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશકુમાર સિન્હા, મેડીકલ ઓફિસર ડો. રાકેશ મૈત્રીની ઉપસ્થિતમાં ઓક્સિજન પ્લાન્ટ – વેન્ટીલેટર – સારવાર સહિતની વિવિધ સુવિધાઓનું પરીક્ષણ કરાયું હતું.

error: Content is protected !!