ખંભાળિયામાં વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની રવિવારે થશે ભવ્ય ઉજવણી

0

સેવા કુંજ હવેલીમાં વિવિધ ધાર્મિક આયોજનો

વૈષ્ણવોના પૂજ્ય અને પ્રિય શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવની ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આવનાર છે. જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે આગામી રવિવાર તારીખ ૧૬ને અગિયારસના શુભદિને અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી ખાતે બપોરે ત્રણથી સાંજે પાંચ વાગ્યા સુધી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૫ વાગ્યે મહાપ્રભુજીની બેઠકથી ખાતે પણ દર્શન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં પૂજ્ય ૧૦૮ શ્રી માધવીવહુજી મહારાજ દ્વારા શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને પધરાવી પરિક્રમા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ આરતી તેમજ ત્યાર બાદ શ્રી સેવા નિધિ પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બજાણા-આંબેડી તથા ખજુરીયાની કીર્તન મંડળી ભજન- કીર્તનની રમઝટ બોલાવશે. આ ધર્મોત્સવમાં વૈષ્ણવ બહેનોએ સાડી – ચણિયાચોળી પહેરીને તેમજ ભાઈઓએ ધોતી, બંડી તથા તિલક ઉપરણા ધારણ કરી, સહભાગી થવા આયોજનના મનોરોથી વિનુભાઈ બરછા(ઘી વારા) દ્વારા સર્વે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!