કેશોદ પોલીસે વિદેશી દારૂની સોળ બોટલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર વોચ રાખી દારૂનું દુષણ અટકાવવા ખાસ તકેદારી રાખવામાં આવે છે. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, શીતલબેન બી. પરમાર, આર એમ ડાંગર, પ્રતાપસિંહ હરસુરભાઈ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે માહિતી મળી હતી કે કેશોદ વેરાવળ હાઈવે રોડ ઉપર કોયલાણા હદ વિસ્તારમાં ચીકુડીનાં ઝાડ પાસે પતરાં નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરી આર્થિક લાભ લેવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યાં છે. ત્યારે કેશોદ પોલીસ દ્વારા પંચોને સમજ આપી માહિતી વાળાં સ્થળે પહોંચતા ત્રણ શખ્સો હાજર મળી આવેલ હતાં અને સઘન તપાસ હાથ ધરવામાં આવતાં કાળાં કલરનાં ઝભલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોય પાસ પરમીટ માંગતા ન હોવાથી કોયલાણાના ત્રણ આરોપીની અટક કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ સોળ કુલ કિંમત રૂપિયા ૬૪૦૦/- મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

error: Content is protected !!