યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શન કર્યા

0

ઠાકોરજીને સાંજે પુષ્પ શુંગાર સાથે સુકામેવા મનોરથ દર્શન યોજાયા

યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાંના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વેકેશન અને પુનમ હોવાથી સમગ્ર દિવસ દરમ્યાન હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગોમતી સ્નાન કરવા ભાવિકો ગોમતી ઘાટ ઉપર ઉમટ્યા હતા. પવિત્ર ગોમતી નદિમાં સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું. પુનમના સાંજે પાંચ વાગ્યે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે વારદાર પુજારી દ્વારા કાળિયા ઠાકોરને પુષ્પ શુંગાર સાથે સુકામેવા મનોરથ ધરાવવામાં આવ્યો હતો. સાથે અન્નકોટ મનોરથ આરતી કરવામાં આવી હતી. તે દર્શનનો ભાવિકોએ શ્રીજી સન્મુખ તેમજ સોશ્યલ મિડીયાના અલગ-અલગ માધ્યોમોથી દર્શન કર્યા હતા.

error: Content is protected !!