વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની રીનોવેશન થયેલ ભાલકા ચોકીનું ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વેરાવળ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બાગે રહેમત, બાગે યુસુફ, અલીભાઇ સોસાયટી, ખોજા સોસાયટી, મિસ્કીન કોલોની, સાહીગરા કોલોની, તાલાળા નાકા અનુ.જાતિ સોસાયટી, ભાલકા કોલોની જેવા અતિસંવેદનશીલ વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપે જાળવવા તાલાળા નાકા ખાતે ભાલકા પોલીસ ચોકી આવેલ છે. જે ચોકીમાં પોલીસ અધીકારી/કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સતત હાજર રહી કામગીરી કરી શકે તેવી હાલતમાં ચોકી કાર્યરત કરવાના આશયથી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીના માર્ગદર્શન તથા સહયોગ/સુચનો પ્રમાણે ભાલકા પોલીસ ચોકી પો. સબ ઇન્સ. એન.એ.વાઘેલા તથા ભાલકા પોલીસ ચોકી ખાતે કામ કરતા પોલીસ કર્મચારીઓની મહેનત તથા જહેમતથી લોકભાગીદારી દ્વારા ભાલકા પોલીસ ચોકીનું સંપુર્ણ રીનોવેશન કરવામાં આવેલ અને ચોકીને સંપુર્ણ નવી બનાવી દેવામાં આવેલ છે. જેથી હાલ ભાલકા પોલીસ ચોકી ખાતે કામ કરતા અધિકારી/કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સારી રીતે કામ કરી શકે તેવું રીનોવેશન કરી નવી ચોકી બનાવવામાં આવેલ છે. જે અનુસંધાને ગીર-સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે નવીનીકરણ કરેલ ભાલકા ચોકીનું ઉદધાટન કરવામાં આવેલ છે.