રાજકોટ જિલ્લામાં આગામી ૬ થી ૯ મે દરમ્યાન અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સમયગાળામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૮ થી ૪૧ ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન ૨૪ થી ૨૫ ડિગ્રી સેલ્સીયસ તેમજ લઘુત્તમ ભેજનું પ્રમાણ ૧૬ થી ૨૬ ટકા અને મહત્તમ ભેજનું પ્રમાણ ૬૩ થી ૬૯ ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમની અને પવનની ઝડપ ૧૪ થી ૨૦ કી.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.