દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોના પ્રભારીઓની ભાજપ દ્વારા નિયુક્તિ

0

સંગઠન વધુ મજબૂત બનાવવા જિલ્લા અધ્યક્ષ દ્વારા પ્રભારીઓને જવાબદારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તથા બીનાબેન આચાર્ય સાથે સંકલન તેમજ ચર્ચા-વિચારણા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા જુદા જુદા મોરચાના પ્રભારી તરીકેની નિયુક્તિમાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમને જિલ્લા મહિલા મોરચાની જવાબદારી, યુવા મોરચાના પ્રભારી તરીકે યુવરાજસિંહ વાઢેર, બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે ભરતભાઈ ગોજીયા, કિસાન મોરચા માટે પાલભાઈ કરમુર, અનુસૂચિત જાતિ માટે જ્યોત્સનાબેન સાગઠીયા તથા લઘુમતી મોરચાના જિલ્લા પ્રભારી તરીકે પરબતભાઈ ભાદરકાને જવાબદારી સોંપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેરને ઓખા શહેર, દ્વારકા તાલુકો, દ્વારકા શહેર તથા કલ્યાણપુરના પ્રભારી, જ્યારે જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમને ખંભાળિયા અને ભાણવડ તાલુકા, ભાણવડ શહેર અને જિલ્લા કાર્યાલયના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી જ્યારે ભરતભાઈ ગોજીયાને ખંભાળિયા, સલાયા અને રાવલ શહેરની પ્રભારી ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અગ્રણી મહિલા કાર્યકર નિમિષાબેન નકુમ અને ગીતાબા જાડેજાને ખંભાળિયા શહેર મંડળના પ્રભારીક્ષેત્રમાં નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકા માટે દાતા ગામના સેવાભાવી યુવાન રાજુભાઈ સરસિયા તથા રંજનબેન કશ્યપભાઈ ડેરને પ્રભારી તરીકે, સલાયા માટે પરેશભાઈ કાનાણી અને પી.એમ. ગઢવી, ભાણવડ શહેર માટે માલતીબેન કંડોરીયા, ભાણવડ તાલુકા માટે મેઘજીભાઈ પિપરોતર, ઓખા શહેર માટે રમેશભાઈ હેરમા અને ધનાભાઈ નાગેશ, દ્વારકા તાલુકા માટે ખેરાજભા કેર અને મોહનભાઈ બારાઈ, દ્વારકા શહેર માટે જેરામભાઈ સોનગરા અને નયનાબા રાણા, કલ્યાણપુર તાલુકા માટે કેતનભાઈ બુધ્ધભટ્ટી અને પરબતભાઈ વરૂ, રાવલ શહેર માટે રેખાબેન હરભમભાઈ ઓડેદરાને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં નવા પ્રભારી, હોદ્દેદારોને કરવાની થતી કામગીરી અંગે પણ જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા છે.

error: Content is protected !!