તલાટીની પરીક્ષાને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા ભાવનગર વચ્ચે ત્રણ જાેડી પરીક્ષા ખાસ ટ્રેન દોડાવાશે

0

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રવિવાર તા.૭ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને અનુલક્ષીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે રાજકોટથી દ્વારકા અને રાજકોટથી ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા ઉપર ત્રણ જાેડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો મુજબ છે રાજકોટ-દ્વારકા-રાજકોટ (૦૯૫૧૯/૦૯૫૨૦) નંબરની આ ટ્રેન રાજકોટથી સવારે સાડા છ ઉપડશે અને સવારે પોણા અગિયાર વાગ્યે દ્વારકા પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન દ્વારકાથી બપોરે અઢી વાગ્યે ઉપડશે અને સાંજે પોણા સાત વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો ઉપર ઉભી રહેશે. ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (૦૯૫૯૧/૦૯૫૯૨) નંબરની આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે ૪.૧૦ વાગ્યે ઉપડશે અને સવારે પોણા નવ વાગ્યે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી સાંજે પોણા પાંચ વાગ્યે ઉપડશે અને રાત્રે પોણા દસ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો ઉપર ઉભી રહેશે. રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ (૦૯૫૩૭/૦૯૫૩૮) આ ટ્રેન રાજકોટથી સવારે સવા ચાર વાગ્યે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે સાડા નવ વાગ્યે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સાડા ત્રણ વાગ્યે ઉપડશે અને રાત્રે સાડા આઠ વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.

error: Content is protected !!