Saturday, September 23

ખંભાળિયામાં બાળકો માટે સમર કેમ્પ યોજાયો : યોગ, ઝુમ્બા, નૃત્યનો આનંદ માણતા બાળકો

0

ખંભાળિયામાં ઉનાળાની ઋતુના વેકેશનમાં બાળકો માટે મહત્વના એવા સમર કેમ્પમાં અહીંની નંદ સોસાયટી ખાતે વિદ્યાર્થીઓ – બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શ્રીજી ક્લાસના ઉપક્રમે મલ્ટીટાસ્કિંગ સમર કેમ્પની ઉજવણીમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ યોગ, ઝુમ્બા, નૃત્ય, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વૈદિક ગણિત, શેમ્પૂ મેકિંગ, મધર્સ ડે સેલિબ્રેશન, મોકટેલ મેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોએ જાણી અને માણી હતી. આ કેમ્પમાં બાળકોને સર્ટિફિકેટ આપી, પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદરની જાણીતી મનન હોસ્પિટલ વારા ડો. પરાગ મજીઠીયા, ડો. સ્વાતિ મજીઠીયા, નીલાબેન મજીઠીયા સાથે સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજીએ ઉપસ્થિત રહી, આયોજકો તથા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર આયોજન માટે ફેની દત્તાણી, પાયલ ઠકરાર, કૃતિકા ઠકરાર, શિવાની ખેતીયા વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!