દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે દેવસ્થાન સમિતી દ્વારા ટ્રકચર ઉભું કરવાની કામગીરી હાથ ધરાય

0

બળબળતા તાપમાં તેમજ ચોમાસામાં દેશ વિદેશથી દર્શનાથે આવનાર યાત્રિકોને રાહત થશે

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળા વેકેશનમાં યાત્રાધામ દ્વારકા જગત મંદિરે દેશ વિદેશથી હજારો યાત્રિકો દર્શનાથે આવતા હોય છે. બળબળતા તડકાના તાપથી યાત્રિકો સેકાતા હોવાથી દેવસ્થાન સમિતી દ્વારા જગત મંદિર પરિસમાં યાત્રિકોને છાયડો પડે તેવી સુવિધા ઉભી કરી ટ્રકચર બાંધવામાં આવી રહ્યા છે. આ ટ્રકચર ઉનાળો તેમજ ચોમાચું બન્ને સિજના ચાર માસ સુધી બાંધી રાખવામાં આવનાર છે. દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં તળકાથી રક્ષણ માટે તેમજ ધગધગતી માર્બલની ફસ ઉપર આસન પટ્ટાઓ મુકવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશજીનાં દર્શનાથે આવતા શ્રધ્ધાળુ ભાવિકોને હવે તડકામાં પરિસરમાં રાહત થશે.

error: Content is protected !!