પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે ગૌ માતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો વૃદ્ધનો વિડીયો સામે આવતા ધર્મ પ્રેમીઓમાં રોષની લાગણી

0

પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. ભોગાત ગામની એક ગૌશાળામાં ગાય માતા સાથે નરાધમ ઢગા એ સારી હદ વટાવી હોય ગૌ માતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતો ઢગો મોબાઈલ કેમેરામા કેદ થયો હતો. ભોગાત ગામનો વૃદ્ધ ગૌ માતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થતા મામલો ઉગ્ર બન્યો હતો. દ્વારકા સહિત ભોગાત ગામ તેમજ જિલ્લામાં ગૌ સેવકોમાં ભારે રોષની લાગણી ફેલાણી છે. સમગ્ર ગુજરાતને શર્મસાર કરતી ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા ઠેર ઠેર વૃદ્ધ ઉપર ફીટકાર લોકો વરસાવી રહ્યા છે. આ બનાવના પગલે દ્વારકા ભોગાત સહિતના ગૌસેવકો ઉગ્ર રોષ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ભોગાત ગામે ગૌશાળા ખાતે ગૌમાતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચનાર ઢગા વૃદ્ધ સામે કડક પગલા લેવા માંગ કરી કરી હતી. આ બનાવ બાદ રાત્રીના સવા આઠ વાગ્યા સુધી ફરીયાદ નોંધાણી ન હતી. ભોગાત ગૌશાળા સેવા સમિતી સહિતના ગૌવ પ્રેમીઓ સવા આઠ સુધી પોલીસ સ્ટેશને આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા બેઠા નજરે પડ્યા હતા.

error: Content is protected !!