માંગરોળમાં મગર આવી ચડતા લોકોમાં ભય : વિનવિભાગ દ્વારા રેસ્કયુ કરાયું

0

માંગરોળના કામનાથ રોડ ઉપર આવેલા ચાંચવા વાડી વિસ્તારમાં મહાકાય મગર ચડી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અત્રે આવેલા એક નારિયેળના બગીચામાં મગર જાેવા મળતા વાડી માલિકે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેને લઈ ફોરેસ્ટના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહામહેનતે મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. આ વિસ્તાર આસપાસ ૫ કિ.મિ. સુધી કોઈ પણ નદી, તળાવ કે જળાશય ન છતાં રહેણાક વિસ્તારની બિલકુલ નજીક મગર આવી પહોંચતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

error: Content is protected !!