ઇ.સ.૨૦૨૩ ચોમાસાના વરસાદનો વરતારો કયાંક વધુ તો કયાંક સાવ નહિવત વરસાદ આશરે ૧૦થી ૧૨ આની ચોમાસુ રહેશે તેવી શક્યતા

0

સામાન્ય રીતે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત સૂર્ય આદ્રા નક્ષત્રમાં બેસે એટલે થાય છે. સૂર્ય આદ્રા નક્ષત્રમાં તા.૨૨-૬-૨૩ના ગુરૂવારે પ્રવેશ કરશે. જ્યારે કેરલ તથા દક્ષિણ ભારતમાં ચોમાસાની શરૂઆત તારીખ ૮-૬-૨૩ના દિવસે થાય છે. આદ્રા નક્ષત્રની પ્રવેશ કુંડળી જાેતા શની સુખ ભવનમાં સ્વગૃહી છે. શશ નામનો રાજયોગ બનાવે છે. આથી ધીમી ગતિએ પણ સારો વરસાદ પડે જાેકે અન્ય ગ્રહો પ્રમાણે જાેતા અમુક જગ્યાએ વધુ અમુક જગ્યાએ નહીવત વરસાદ પડે આશરે ૧૦ થી ૧૨ આની જેટલો વરસાદની શક્યતા ખરી.
• મૃગશીર્ષ : ગુરૂવાર, તા.૮-૬-૨૦૨૩ના દિવસે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ગરમી તથા બફારાનું પ્રમાણ વધારે રહે
• આર્દ્ર : ગુરૂવાર, તા.૨૨-૬-૨૦૨૩ના દિવસે સૂર્ય આર્દ્રમાં પ્રવેશ કરે છે. વાહન ઘેટું. થોડો થોડો વરસાદ રહે.
• પુનર્વસુ : ગુરૂવાર, તા.૬-૭-૨૦૨૩ના દિવસે સૂર્ય પુનર્વસુમાં પ્રવેશ કરે છે. વાહન- ગધેડું. વાદળછાયું વાતાવરણ રહે. થોડો-થોડો વરસાદ રહે.
• ૫ુષ્ય : ગુરૂવાર, તા.૨૦-૭-૨૦૨૩ના દિવસે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન- દેડકો. સારા પ્રમાણમાં વરસાદ રહે.
• આશ્લેષા : ગુરૂવાર, તા.૩-૮-૨૦૨૩ના દિવસે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન-ભેંસ. સારો વરસાદ રહે ઘણી જગ્યાએ એકદમ વરસાદ થાય. આશ્લેષા નક્ષત્ર એટલે કે ઝેરી નક્ષત્ર કહેવાય છે. જાે આ નક્ષત્રમાં વરસાદ પડે તો એકદમ વરસાદ પડે અને નો પડે તો સાવ ન પડે.
• મઘા : ગુરૂવાર, તા.૧૭-૮-૨૦૨૩ના દિવસે સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન-અશ્વઘોડો. મધ્યમ વરસાદ થાય.
• પૂર્વા ફાલ્ગુની : ગુરૂવાર, તા.૩૧-૮-૨૦૨૩ના દિવસે સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન-મોર. સારો વરસાદ થાય વરસાદનો જાેર રહે.
• ઉત્તરા ફાલ્ગુની : બુધવાર, તા.૧૩-૯-૨૦૨૩, સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં પ્રવેશ કરે છે. વાહન-હાથી. વરસાદ સારો થાય
• હસ્ત : બુધવાર, તા.૨૯-૯-૨૦૨૩ સૂર્યનું હસ્ત નક્ષત્ર હાથિયો બેસે છે. વાહન-દેડકો. છૂટો છવાયો વરસાદ રહે.
• ચિત્રા : બુધવારે, તા.૧૧-૧૦-૨૦૨૩ના રોજ ક. ૦૮-૦૧ સમયે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન-ઉંદર. પવનનો જાેર રહે વરસાદ પણ રહે.
• સ્વાતિ : મંગળવારે, તા.૨૪-૧૦-૨૦૨૩ના રોજ સૂર્યનું સ્વાતિ નક્ષત્ર બેસે છે. ચોમાસાની વિદાય. ક્યાંક ક્યાંક થોડો વરસાદ થાય.

error: Content is protected !!