જૂનાગઢ શહેરમાં મનદુઃખના કારણે લાકડીના ધોકા, લોખંડના પાઈપ વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે અને ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં સરદારબાગની પાછળ ઘાંચીપટ્ટ ખાતે રહેતા સેફુલ સલીમભાઈ કચરા(ઉ.વ.ર૦)એ તોસીફ શેખ રહે.જૂનાગઢ, આદીલ શેખ રહે.માંગરોળ, શફુ શેખ તેમજ અજાણ્યા શખ્સ(ઉ.વ.૩પ) વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી બાઈક લઈને અજમેરી રોડ ઉપરથી નીકળતા હોય ત્યારે પોતે હોર્ન વગાડતા હોય જે આરોપી નં-૧ને ગમતું ન હોય તેમજ ફરિયાદીના મીત્ર સાહેદ મુનાફ જાવેદભાઈ સુમરા એકબીજા મીત્રતાના ધોરણે બોલતા અને સાથે રખડતા હોય જેનું મનદુઃખ રાખી પ્રથમ ફરિયાદીને આરોપીઓએ બે ફોરવ્હીલ વાહનોમાં આવી ફરિયાદીને જાહેરમાં ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ડાબા ખંભા તથા શરીરે લાકડીના ધોકા તથા લોખંડના પાઈપ વડે માર મારી તેમજ સાહીલ પાન નામની દુકાનમાં થળા ઉપર સામાન વેર વીખેર કરી બાદમાં સાહેદ મુનાફ જાવેદભાઈ સુમરાની પાસે જઈ તેને પણ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી અને આરોપી નં-૧એ લાકડાનો ધોકો ડાબા કાન ઉપર મારી અન્ય ત્રણ આરોપીઓએ શરીરે લાકડીના ધોકા તથા લોખંડના પાઈપ વડે માર મારી એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. આહીર ચલાવી રહ્યા છે.
જૂનાગઢની પરિણીતાને સાસરીયા તરફથી શારિરીક-માનસિક ત્રાસની નોંધાઈ ફરિયાદ
જૂનાગઢમાં સ્વામીનારાયણ ગુરૂકુલની સામે સ્વામી પ્રણામી મંદિરના ડેલામાં બહાઉદીન કોલેજ રોડ ખાતે રહેતી અને વ્રજભવન સોસાયટી એરપોર્ટ રોડ છાયા પોરબંદર ખાતે સાસરૂ ધરાવતા માનસીબેન ચીરાગ શીલુ(ઉ.વ.ર૩)એ ચીરાગ સુરેશભાઈ શીલુ પતિ તેમજ સાસુ જયોતીબેન સુરેશભાઈ શીલુ રહે.૪૦ર, વ્રજભવન સોસાયટી, એરપોર્ટ રોડ, છાયા, પોરબંદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી બેનને લગ્નના એકાદ માસ બાદ ફરિયાદીના પતિને શારિરીક સંબંધ દરમ્યાન કોઈ લાગણી કે પ્રેમભાવ ન હોય અને પતિ તરીકેના સંબંધો ન રાખી પત્ની સુખ આપેલ ન હોય તેમજ કોઈ માન સન્માન પણ આપેલ ન હોય અને ફરિયાદી પોતાના પતિને સ્પર્શ કરે તો કહેતા કે મને તું ગમતી નથી તેમ કહી ફરિયાદીને ધક્કો મારી ભુંડી ગાળો બોલી ઢીકાપાટુંનો માર મારી અને ફરિયાદીના સાસુને આ વાત કરતા તેઓએ પણ પોતાના દીકરાનો પક્ષ લઈ અને તેઓ પણ કરીયાવર બાબતે મેણાટોણા મારી શારિરીક-માનસિક દુખત્રાસ આપી અને ફરિયાદીના પતિ પણ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.વી. ગઢવી ચલાવી રહ્યા છે.
ચોરવાડમાં સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામના એક પરિવારની ૧૪ વર્ષ અને ૯ માસ વાળી સગીર વયની બાળાને ચોરવાડ ગામનો હરેશભાઈ ઉર્ફે રઘુ લખમણભાઈ જાેરા નામના શખ્સે લલચાવી ફોસલાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અને અપહરણ કરી તેમની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું છે તેમજ ફરિયાદીની સગીર વયની બાળાને ભગાડવામાં ચોરવાડ ગામના જ પ્રવિણભાઈ બચુભાઈ ચુડાસમા નામના શખ્સે મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ માંગરોળના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એસ.આઈ. મઘરા ચલાવી રહ્યા છે.
જૂનાગઢમાં રૂપીયા પ્રશ્ને બોલાચાલી : છરી-પાઈપથી હુમલો
જૂનાગઢમાં બનેલા એક બનાવમાં પૈસા પ્રશ્ને બોલાચાલી થતા છરી અને પાઈથી હુમલાનો બનાવ બનેલ છે. ખ્વાજાનગર પાસે બનેલા આ બનાવ અંગે ખામધ્રોળ ગામ ધાર વિસ્તારમાં રહેતા ધીરૂભાઈ ભનુભાઈ ગોહીલ(ઉ.વ.૪ર)એ રોહિત આયર અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧નાએ ફરિયાદી પાસે રૂપીયા માંગતા ફરિયાદીએ રૂપીયા આપવાની ના પાડતા આરોપી નં-૧નાએ તથા તેની સાથેના બે અજાણ્યા આરોપીએ ફરિયાદીને ગાળો દેવા લાગતા ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી નં-૧નાએ ફરિયાદીને ગળાના ભાગે તથા બંને હાથમાં છરી વડે ચેકા મારી દિધેલ તથા સાથેના બે અજાણ્યા આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુંનો માર મારેલ તથા તેની સાથેના બે અજાણ્યા આરોપીઓએ તથા તેમનામાંથી એકે પાઈપથી વાહાના ભાગે તથા છાતીની સાઈડનાં ભાગે પાઈપ વડે ફરિયાદીને ઈજા કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એ. જામંગ ચલાવી રહ્યા છે.