Sunday, September 24

જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમીતીના ચેરમેન હરેશ પરસાણાને હાર્ટ એટેક આવતા સારવાર હેઠળ

0

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીના ચેરમેનને હાર્ટ એટેકે આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ ગઈકાલે સ્થાયી સમિતીની બેઠક મળી હતી. સામાન્ય રીતે આ બેઠક મનાપાના ઉપરના માળે યોજાતી હોય છે. પરંતુ ગઈકાલે સ્થાયી સમિતીના ચેરમેન હરેશભાઇ પણસારાની તબિયત થોડી લૂઝ હોવાનું જણાતા સ્થાયી સમિતીની બેઠક મેયરની ચેમ્બરમાં જ બોલાવાઇ હતી. બેઠક પુરી થતા જ હરેશભાઇએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેમની જ્યાં દવા ચાલુ હતી તે ડોકટર પાનસુરીયાને જાણ કરી હતી. જાેકે, ડો. પાનસુરીયા ન હોય ડો. ભરત ઝાલાવાડીયાની હોસ્પિટલે મોકલાયા હતા. અહિં તેમણે સંતુલન ગુમાવતા પડી ગયા હતા. બાદમાં ડોકટર, કમ્પાઉન્ડર વગેરેએ હરેશભાઇને સોફામાં સુવાડ્યા હતા. બાદમાં કાર્ડિયોગ્રામ કરતા ૧ નળી બ્લોકેજ હોવાનું જણાયું હતું. બાદમાં ડો. અઘેરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમને એટેકે આવ્યો હોવાનું તેમજ ૩ નળી બ્લોક હોવાનું જણાતા સારવારમાં દાખલ કરાયા છે. દરમ્યાન હરેશભાઇ પણસારાને હાર્ટ એટેકે આવ્યાની જાણ થતા અનેક લોકો તેમની ખબર અંતર પૂછવા હોસ્પિટલે દોડી ગયા હતા. જાેકે, હાલ તેમની સ્થિતીમાં સુધારો હોવાનું જણાવાઇ રહ્યું છે.

error: Content is protected !!