જવાબદાર અધિકારીઓ વાયરલ વિડીયા અંગે તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરશે કે નહી ?
જગ વિખ્યાત દ્વારકા જગત મંદિરે ભાવિક ભક્તો માટે મોબાઇલ કેમેરા જેવી ઇલેક્ટ્રીક ચિજ વસ્તુંઓ મંદિર અંદર લૈઇ જવાની મનાઇ છે. વિડીયો શુંટીંગ તેમજ ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ છે અથવા વિડીયો ગ્રાફી કરવી હોય તો આર્કોલોજી ડીપારમેન્ટની ઉપલી કચેરીએથી મંજુરી લેવાની હોય છે. અગાવ પણ અનેક વખત દ્વારકાધીશ મંદિરમાં મોબાઇલથી વિડીયો શુંટીંગ થયા હોવાના વિડીયો વાયરલ થયા છે. તાજેતરમાં વારદાર પુજારી જયેશનો વારો ચાલતો હોવાથી દ્વારકાધીશજીના અન્કોટ મનોરથ હોય ત્યારે પાંચ થી છ ખજુરીયાઓ અને પુજારી દ્વારકાધીશ સન્મુખ સામે નાચતા હોય ખજુરીયાઓ જાણે ડાયરો હોય તેમ દ્વારકાધીશના સન્મુખની સામે સ્પેશીયલ જગ્યા રોગી ચલણી નોટો ઉડાડતા હોય તેવો વિડીયો શોશ્યલ મિડીયામાં વાયરલ થતા કુષ્ણ ભક્તોએ રોષ ઠલાવી રહ્યા છે. પુજારી પણ પૈસા ઉડાડતા ખજુરીયાઓ વચ્ચે નાચતા વિડીયોમાં નજરે પડે છે. આ વડીયો ઉતયરો ત્યારે દુર દુરથી આવનાર દ્વારકાધીશના ભક્તોને દર્શન પણ થૈઇ શક્યા ન હતા. જવાબદાર અધિકારીઓ વાયરલ વિડીયા અંગે તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરશે કે નહી ? તે જાેવાનું રહ્યું છે. છેલ્લા બે દિવસથી પંથકમાં આ વાયરલ વિડીયો અંગે તંત્ર ઉપર ટીકાઓ થઈ રહી છે.