ગુજરાત અને દેશ-વિદેશમાં જાણીતા લેખક-વકતા-વ્યાખ્યાતા-એન્કર જય વસવાડાએ અત્રેના ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ દર્શન-વંદન ભાવભકિત સાથે કરી તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારા પિતા સોમનાથના પરમ ભકત હતા અને જયારે તેઓની તબીયત સારી ન હતી ત્યારે તેણે સોમનાથ જવા જણાવતા વ્હીલચેર ઉપર લઈ જઈ સોમનાથ દર્શન કરાવ્યા હતા. સોમનાથ એ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ સ્થાન છે એટલું જ નહી સમગ્ર વિશ્વના માનવજાતનું શ્રેષ્ઠ ધરોહર છે. સોમનાથ દર્શનથી મન પ્રસન્નતાથી ભરાયું અને ટ્રસ્ટની વિવિધ સેવાલક્ષી પ્રવૃતિઓ જાણી અનુભવાયું કે ધર્મ તમારે માટે રચનાત્મક જીવનનો રસ્તો બનાવે છે. ભગવાન સોમનાથને કરાતા જળાભિષેકમાંથી બનતા શિવ ગંગા પ્રોજેકટ વિષે તેમણે જાણ્યું ત્યારે તેમનાથી બોલાઈ જવાયું કે અદભુત આ મારે માટે પહેલીવાર જાણવા મળ્યું. સોમગંગા એટલે ભગવાન શિવને જે જળ ચઢાવવામાં આવે છે જે જળમાં બિલીપત્ર, ભસ્મ, પુષ્પ, દુધ, પંચામૃત યુકત હોય છે. તેને જળાધારીથી ઉપયોગમાં લેવાયેલા જળને ધાર્મિક પ્રતિમા સમીપ ફીલ્ટરથી શુધ્ધ કરી તેમાંથી શુધ્ધ જળ બની શિવગંગા બને છે. આસ્થા-શ્રધ્ધાળુઓ પોતાના રહેઠાંણ-દુકાન કે ઓફીસમાં છાંટી ભગવાનની જળ પ્રસાદીથી શાંતી ધન્યતા અનુભુતી કરે છે. ભારતના ભવ્ય-દિવ્ય વારસાને નવા કાયાકલ્પ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ, અંબાજી, પાવાગઢ સહિતના ર્તીથોનો સૌંદર્યકરણ કરીને જ નહી તે સ્થળોએ સુવિધાઓ અને સગવડતા ભર્યા બનાવી જે કાર્યો કર્યા છે તે ખુબ જ પ્રસંશનીય છે.