કમલમ ખાતે બુથ સશકિતકરણ અંતર્ગત બેઠક યોજાઈ

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનાં અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બૂથ સશક્તિકરણ અંતર્ગત વોટ્‌સએપ્પ અભિયાનની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, આઇ. ટી. સંયોજક નિખિલભાઇ પટેલ , સહ સંયોજક મહેશભાઈ મોદીએ કાર્યકરોને બુથ સશક્તિકરણ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. રત્નાકરએ પોતાની આગવી શૈલીમાં કાર્યકરોને ભાજપામાં સોશ્યલ મિડિયા અને આઇટીનું મહત્વ સમજાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માની સુચનાથી મહામંત્રી સંજયભાઈ મણવર, સોશ્યલ મિડીયા સંયોજક અક્ષિત મહેતા, યુવા બોર્ડ સંયોજક કેવિન અકબરી, આઇટી સહ સંયોજક મિત રૂપારેલિયા, અને યોગેશ જેઠવા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!