કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે ગૌશાળામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર વૃદ્ધનો સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયા બાદ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ઉહાપોહ મચ્યો હતો. ત્યારે ગૌ સેવકોમાં આરોપી વિરૂદ્ધ ભારે રોષની લાગણી જાેવા મળી હતી. ભોગાતમાં ગૌશાળામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃતિ આચરનારા આરોપીનો સોશ્યલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયા બાદ આ સમગ્ર મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે દ્વારકા અને ભોગાત ગામેથી બહોળી સંખ્યામાં ગૌ ભક્તો કલ્યાણપુર પોલીસ મથકે પહોચ્યા હતા. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે ગૌ સેવકોએ પોલીસ સ્ટેશનને રજૂઆત કરી હતી. પોલીસે આરોપી શખ્સને ઝડપી આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ ૩૭૭ તેમજ ૧૧(૧) મુજબ ગુનો નોંધી આરોપી ધાના લખમણ કંડોરીયા વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશ્યલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયેલ હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આરોપી વિરૂદ્ધ ફિટકારની લાગણી વરસી રહી છે. આરોપી ભોગાત ગામનો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. આરોપી ભોગાત ગામની ગૌશાળામાં કમિટીમાં સભ્ય પણ હતો ત્યારે આ મામલે હાલ કલ્યાણપૂર તાલુકામાં ભારે રોષ આરોપી વિરૂદ્ધ જાેવા મળી રહ્યો છે. આરોપી દાદાની ઉંમરનો હોય આવું જધન્ય કૃત્ય આચારતા પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો શર્મસાર થયો છે. પવિત્ર ભૂમિ ઉપર આવું પાપ કરનાર આરોપીને કડક સજાની માંગ ગૌસેવકો કારી રહ્યા છે.