ખંભાળિયામાં પ્રદેશ યુવા ભાજપના પ્રમુખના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

0

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટના જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર યુવા ભાજપની નવનિયુક્ત ટીમ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં અહીંના સ્લમ વિસ્તારોમાં બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીંના રામ મંદિર ખાતે પ્રદેશ અધ્યક્ષના દિર્ધાયુષ્ય માટે રામધુન તથા મહા આરતીના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કિશનભાઈ ગોહેલ, મહામંત્રી દેવ શાહ, જીતેશ ગઢવી, દિવ્ય જાેશી, શક્તિ ગઢવી, ભાર્ગવ ઘઘડા, અશોકભાઈ કાનાણી, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઈ કણજારીયા સહિતના આગેવાનો તથા કાર્યકરો જાેડાયા હતા.

error: Content is protected !!