આગામી તારીખ ૧૭ થી ૧૯ મે, ૨૦૨૩ દરમ્યાન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા સમર રેસીડેન્સીયલ કેમ્પનું આયોજન

0

કલર્સ ઓફ કેમેસ્ટ્રી, રોબોટિક્સ, ફિઝિક્સ ઇઝ ફન, આકાશ દર્શન, ચેક-મેટ વીથ ચેસ, યોગા એન્ડ હેલ્થ, ડ્રોન ફ્લાઈંગ, ઓરીગામી જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે

એક સમય હતો કે ઉનાળુ વેકેશન એટલે મિત્રો સાથે ધીંગામસ્તી કરવાનો સમય. અથવા સમર કેમ્પનો સમય. હાલમાં આવો જ સમર કેમ્પ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી કાર્યરત રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા યોજાવા જઇ રહયો છે, ઉનાળુ વેકેશન દરમ્યાન ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે વિજ્ઞાનનાં ખાસ ‘સમર રેસીડેન્સીયલ કેમ્પ’નું આયોજન આગામી તારીખ ૧૭ થી ૧૯ મે, ૨૦૨૩ દરમ્યાન ત્રણ દિવસ અને બે રાતના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ૩૦ સીટ માટે જ યોજનાર આ કેમ્પમાં જાેડાવા માટે ‘‘વહેલા તે પહેલા’’ના ધોરણે રંંॅજઃ//હ્વૈં.ઙ્મઅ/૪૨દૃખ્ત૩ષ્ઠૐ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી ૦૨૮૧-૨૯૯૨૦૨૫ નંબર ઉપરની મળી શકશે. ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર અને સમુહમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે રહીને ગમ્મત સાથે વિજ્ઞાન શીખે તેમજ તેમનામાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ કેળવાય તે માટે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફન વીથ મેથ્સ, કલર્સ ઓફ કેમેસ્ટ્રી, રોબોટિક્સ, ફિઝિક્સ ઇઝ ફન, આકાશ દર્શન, સિરામિક ટોયઝ, ચેક-મેટ વીથ ચેસ, યોગા એન્ડ હેલ્થ, સાયન્ટિફિક ટોયઝ, ડ્રોન ફ્લાઈંગ, ઓરીગામી, બેસ્ટ ફ્રોમ વેસ્ટ, આઉટડોર ગેમ્સ સહિતની વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અમલ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવા માટે ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ કરાવવામાં આવશે. ધોરણ ૭ પાસ કરીને ધોરણ ૮ માં આવેલા તથા ધોરણ ૮ પાસ કરીને ધોરણ ૯ માં આવેલા વિદ્યાર્થીઓને મેરીટના આધારે સિલેક્ટ કરવામાં આવશે.સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ રૂા.૫૦૦/-ની ફી ચુકવવાની રહેશે.

error: Content is protected !!