આઝાદી કા અમૃત મહોત્સવ : ગોંડલ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનું સન્માન કરાયું

0

આપણા દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં ‘એકતા’ની થીમ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દેશની આઝાદીની લડાઈમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન-સમર્પણ આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જે નિમિત્તે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગરનાળા ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. છગનભાઈ રવજીભાઈ કટારીયાના પુત્ર ભરતભાઈ કટારીયાનું સન્માન ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, સર્કલ ઓફિસર-ગોંડલ વાય.ડી. ગોહિલ તથા પ્રાંત કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!