રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને ગોંડલ તથા ઉપલેટા સરકારી હોસ્પિટલમા માતૃ અને બાળ સેવાઓનાં વ્યાપ વધારવા બાબતે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ઉપલેટા અને ગોંડલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટ (ખાસ નવજાત શિશુની કાળજી માટેના યુનિટ) બનાવવા વિશે ચર્ચા કરાઈ હતી. જે અંતર્ગત જમીન, સાધનો, સ્ટાફ વગેરેની ફાળવણી વિશે આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ ઉપલેટા અને ગોંડલ સરકારી હોસ્પિટલોની મુલાકાત લઇ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ તકે પ્રાંત અધિકારી રાજેશ આલ, રિજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર(હેલ્થ) ડો. મહેતા, ડિસ્ટ્રીક્ટ કવોલિટી મેનેજમેન્ટ મેડિકલ ઓફિસર ડો. પપ્પુ કુમાર સિંઘ તેમજ હોસ્પિટલના ડોક્ટર તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.