“અમૃત આવાસોત્સવ”ની ઉજવણી અન્વયે લોધિકા ખાતે લાભાર્થી પારૂલબેન સાથે પ્રધાનમંત્રી કરશે સંવાદ

0

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)નાં લાભાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા.૧૨ મે, ૨૦૨૩ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવાસોનાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશનો “અમૃત આવાસોત્સવ” યોજાવાનો છે, જેમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” (ગ્રામીણ) હેઠળ રાજકોટ જિલ્લાના ૧૦ તાલુકાઓના ૪૦ ગામોમાં કુલ ૬૫ આવાસોનું લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમમાં લાભાર્થી પારૂલબેન રૂપેશભાઈ ગોહેલ લોધિકાથી તેમના આવાસ યોજના અંતર્ગત બનેલા ઘર ખાતેથી પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. લોધિકામાં થોરડી નાકા રોડ પાસે ખોડિયાર મંદિર પાછળના વિસ્તારમાં તૈયાર થયેલ આ ઘર માટે રૂા.૧.૨૦ લાખની સહાય ઉપરાંત મનરેગા અંતર્ગત રૂા.૨૦,૧૬૦ અને શૌચાલય નિર્માણ માટે રૂા.૧૨,૦૦૦ તેમજ બાથરૂમ માટે રૂા.૫૦૦૦ની સહાય મળી કુલ રૂા.૧,૫૭,૧૬૦ની સહાય લાભાર્થીને તેમના ખાતામાં મળેલ છે. પારૂલબેનનો ચાર સભ્યનો પરિવાર પહેલા નળિયાવાળા મકાનમાં ભાડે રહેતો હતો. સહાય દ્વારા નવું ઘર બનતા તેમનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

error: Content is protected !!