વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવ્યા…ને ‘‘ગરીબોને પાક્કું ઘર અપાવવા બદલ આ યોજના અમારા માટે શ્રેષ્ઠ’’ : દીપિકાબેન દેશાણી

0

જેતપુરમાં કાચા મકાનમાં ભાડે રહેતાં દીપિકાબહેન અજયભાઈ દેશાણી ગૃહિણી છે. તેમના પતિ અજયભાઈ એક કારખાનામાં ખાનગી નોકરી કરે છે. કુટુંબમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો રાહુલ ધો.૮માં ભણે છે અને ધોરણ-૧થી ધોરણ-૮ સુધી તેને ગુજરાત સરકારની શિષ્યવૃત્તિ મળી છે. આ સ્થિતિમાં પાક્કું મકાન બાંધવું તે એમના માટે સપના સમાન હતું. પણ શહેરી ગરીબો અને ઘરવિહોણા લોકોને પાક્કી છતવાળું, સુવિધાયુક્ત મકાન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની જાણકારી દીપિકાબહેનને મળી હતી. આથી આ યોજના અંતર્ગત બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન(બી.એલ.સી.) ઘટક હેઠળ પાક્કું મકાન બાંધવા માટે તેમણે સરકારી સહાય મેળવવા માટે જેતપુર પાલિકામાં અરજી કરી હતી જે સરળતાથી મંજૂર થઈ. અરજી પાસ કરાવવામાં અમને કોઈ તકલીફ નથી પડી. ક્યાંક એક રૂપિયો આપવો નથી પડ્યો. એ પછી અમને પાક્કું મકાન બાંધવા માટે હપ્તે-હપ્તે રૂપિયા સાડા ત્રણ લાખ મળ્યા છે. આ રૂપિયા સીધા અમારા બેન્ક ખાતામાં જ જમા થ્યા છે. સરકારની આ સહાયથી અમે અમારું મનગમતું પાક્કું મકાન બાંધી શક્યા છીએ. “અમે જેતપુરના ફુલવાડી ઢોરા ઉપર એક નાનકડી રૂમ અને ઓસરીના કાચા મકાનમાં ભાડે રહીએ છીએ. ચોમાસામાં મકાનમાં પાણી પડે છે, ઘરમાં ટોઈલેટ પણ નથી. અમે અહીંયા જે તકલીફ ભોગવી છે… તેનો પાર નથી…” આટલું જ બોલતાં જ દીપિકાબહેન અજયભાઈ દેશાણી રડી પડ્યા. થોડી વારે સ્વસ્થ થતાં તેઓ કહે છે કે, “અમે જે તકલીફ વેઠીએ છીએ એ બીજા લોકો કયારેય સમજી જ ન શકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના ગરીબ માણસો માટે બહુ જ સારી છે, તેનાથી ગરીબોની તકલીફ દૂર થાય છે. આ યોજનામાં અમને સરસ મજાનું પાક્કું ઘર મળ્યું છે. અમે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.” નવા મકાનમાં કેવી સુવિધા છે ? તે અંગે દીપિકાબહેન કહે છે કે, એક હોલ, એક રૂમ તથા અલગ રસોડું છે, ફળિયું છે. પાક્કો સ્લેબ છે. ઘરમાં લાઇટ ફિટિંગ થયેલું છે. રૂમમાં એટેચ ટોઇલેટ બાથરૂમ છે તેમજ ફળિયામાં પણ ટોઈલેટ અને બાથરૂમ છે. નળ ચાલુ કરતાં જ પાણી આવે છે. અમારે જાેઇતું હતું એવું મકાન અમે બાંધી શક્યા છીએ. જુના મકાનની તકલીફોની યાદ આવતાં જ દીપિકાબહેન વાતચીત કરતાં રડી પડ્યાં હતાં. સ્વસ્થતા કેળવીને તેઓ કહે છે કે, હવે અમારી તકલીફોનો અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે યોજના લાવ્યા છે. તે ગરીબો માટે ખૂબ સારી છે. તેના માટે અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

error: Content is protected !!