‘દરેક વ્યકિતની જેમ મારી પણ ‘‘ઘરના ઘર’’ની ઇચ્છા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ ‘‘લાઇટ હાઉસ’’ના પારદર્શક ડ્રો સીસ્ટમથી ‘‘ઘરનું ઘર’’ મળ્યાનો સુખદ આશ્ચર્ય અને આનંદ વ્યકત કરતા લાભાર્થી લીનાબેન ધોળકિયા

0

‘‘માત્ર ૩.૪૦ લાખમાં બે બેડરૂમ, કિચન, હોલ, ત્રણ લિફટ, ગેસ-લાઇટ કનેકશન, રસોડા, રૂમમાં ફર્નિચર, વોશરૂમમાં નળ, બેઝિનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ’’ : મકાન મારા નામે હોવાથી રાજયસરકારની મહિલાઓ માટેની સ્ટેમ્પ ડયુટી મુક્તિ યોજનાનો પણ મને લાભ મળ્યો.’

‘દરેક વ્યકિતની જેમ મારી પણ ‘‘ઘરના ઘર’’ની ઇચ્છા હતી. વર્ષો સુધી ભાડાના મકાનમાં રહેવાથી અનુભવાતી અગવડોને લીધે હું પણ મારી માલિકીનું મકાન ઇચ્છતી હતી. એટલે જયારે ‘લાઇટ હાઉસ’ પ્રોજેકટના મકાનોની જાહેરાત મેં છાપાઓમાં વાંચી તો મેં પણ આ આવાસ મેળવવા અરજી કરી. અને નસીબજાેગે મને આવાસ મળ્યું પણ ખરૂ. મારી જેમ જ ભાડે રહેતા મારા જેઠ મનોજભાઇ વાગડિયા અને મારા એક અન્ય સબંધીને પણ આ લાઇટ હાઉસનો ફલેટ મળ્યો. આમ અમારા ત્રણ પરિવારોને રાજકોટના રૈયા ગામ પાસે પરશુરામ મંદિર પાસે આવેલ ‘લાઇટ હાઉસ પ્રોજેકટ’થી ‘‘ઘરના ઘર’’ પ્રાપ્ત થયા છે.’ ઉપરની આ વાત કરે છે રાજકોટના ૩૭ વર્ષીય લીનાબેન શૈલેષભાઇ ઘોળકિયા. ગ્રેજયુએટ થયેલા લીનાબેન ખાનગી હોસ્પીટલમાં જાેબ કરે છે. તેમના પતિ પણ એક જવેલર્સ શોપમાં જાેબ કરે છે. લીનાબેનના પરિવારમાં પતિ, એક પુત્ર અને સાસુ છે. જરૂરિયાતમંદ સામાન્ય લોકોને પણ અત્યાધુનિક મકાનો મળે તે માટે વડાપ્રધાનશ્રી મોદીના વર્લ્ડ કલાસ બાંધકામવાળા ડ્રીમ – મેગા પ્રોજેકટ ‘લાઇટ હાઉસ’ એ દેશભરમાં જૂજ પસંદગીના શહેરોમાં જ નિર્માણ પામ્યા છે. આ આવાસો મેળવવા લાખો લોકોએ અરજીઓ કરી હતી. જેમાં પારદર્શક ડ્રો સીસ્ટમથી જેમને ફલેટ લાગ્યો તેવા લીનાબેન રાજીપો વ્યકત કરતાં કરે છે કે, ‘હું વર્ષોથી ખાનગી નોકરી કરી રહી છંુ. આમ છતાં પણ આજના સમયમાં સગવડો – સુવિધા ધરાવતું ઘરનું ઘર કરવું એ ખુબ મુશ્કેલ હતું. એવા સંજાેગોમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટમાં અમારા ત્રણ – ત્રણ પરિવારને સરકાર દ્વારા મકાનોના માલિક બનાવાયા છે. હાલમાં જ આ નવા ઘરમાં કળશ મૂકીને મેં મારા પરિવાર સાથે ગૃહપ્રવેશ કર્યો છે.’ લાઇટ હાઉસ પ્રોજેકટથી મળેલા ફલેટ અને તેની સગવડ સંદર્ભે લીનાબેન કહે છે કે, ‘મને બે બેડરૂમ, કિચન, હોલની સગવડ ધરાવતો ફલેટ ૭ મી વિંગમાં ૧૩ મા માળે મળ્યો છે. ત્રણ લિફટ છે. ફલેટ સાથે જ ગેસ કનેકશન અને લાઇટ કનેકશન પણ મળ્યા છે. રસોડા અને રૂમમાં ફર્નિચર અને વોશરૂમમાં નળ, બેઝિનની સુવિધાઓ ઉપલબ્ધ છે.’ ‘આ મકાન માટે જરૂરી રૂ. પાંચ લાખની મોટી રકમ સ્વાભાવિક રીતે જ અમારી પાસે ન હોય. એ માટે બેંક લોનની વ્યવસ્થાનો લાભ પણ અમને આ યોજનાની સાથે જ મળ્યો. રૂા. ૧૯ હજાર ડાઉન પેમેન્ટ ભર્યા બાદ ૩૨-૩૨ હજારના ૧૧ હપ્તા અને ૬૦ હજાર મેઇન્ટેનન્સ સહિત પાંચેક લાખમાં અમને આ સુવિધાસભર ફલેટ મળી ગયો. ફલેટની રકમ તો માત્ર ૩.૪૦ લાખ જ હતી. મકાન મારા નામે હોવાથી રાજયસરકારની મહિલાઓ માટેની સ્ટેમ્પ ડયુટી મુક્તિ યોજનાનો પણ મને લાભ મળ્યો.’ સરકારી આવાસો વિશેની વાત કરતાં લીનાબહેન કહે છે કે, ‘અમે આ ફલેટ માટે ફોર્મ, ડીપોઝિટ અને હપ્તા ભર્યા. ફલેટની ઇમારતોના બાંધકામ દરમ્યાન અમને સતત સવાલ થતો કે સરકારી આવાસો કેવા હશે ? હવે જયારે અમને આવાસોનો કબજાે મળ્યો છે ત્યારે સુખદ આશ્ચર્ય અને આનંદ થાય છે કે ખુબ જ વાજબી ભાવમાં અમને આટલી બધી સુવિધા સાથેના આધુનિક ફલેટો પ્રાપ્ત થયા છે. સરકારની આવાસ યોજનાથી સામાન્ય પરિવારો પણ આધુનિક મકાનો મેળવી શકે છે, એવો અમારો વિશ્વાસ દ્રઢ થયો છે.’

error: Content is protected !!