પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા “અમૃત આવાસોત્સવ” અન્વયે રાજકોટના જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં બી.એલ.સી. ઘટકના શહેરી વિસ્તારના લાભાર્થીઓના ઈ–ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આવાસોની ચાવી અર્પણ કરવામાં આવી હતી. લાભાર્થીઓએ કળશવિધિ કરીને પોતાના ગૃહમાં પ્રવેશ કર્યો હતો. જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં કુલ ૯૨૧ આવાસો માટે અરજી મંજૂર કરવામાં આવી હતી, જે પૈકી ૮૧૧ આવાસોની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી રાજેશ આલ, ચીફ ઓફીસર પ્રણવ વિજયવર્ગીય, મામલતદાર કે.એમ.અઘેરા, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વસંતભાઈ પટેલ, એ.પી.એમ.સી. જેતપુરના વાઈસ ચેરમેન હરેશભાઈ ગઢીયા નગરપાલિકાના પુર્વ કારોબારી ચેરમેન જેસુખભાઈ ગુજરાતી, રમાબેન મકવાણા, ગોપાલભાઈ ડોબરીયા તથા કમલેશભાઈ પંડયા સહીતના અધિકારીઓ તથા આગેવાનઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના હેડ કલાર્ક દિપકભાઈ પટોડીયા, એન્જીનીયર નિકુંજભાઈ ઉસદડીયા, જયદીપભાઈ જાેષી, શરદભાઈ આંબલીયા, કીરીટભાઈ પટેલ, દિપકભાઈ રાઠોડ સહીતના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.