દ્વારકા નજીકના દરિયા કિનારેથી અજાણ્યા મહિલાનો મૃતદેહ સાંપડ્યો

0

નગ્ન હાલતમાં કોહવાઈ ગયેલા મૃતદેહ અંગે પોલીસની કાર્યવાહી

દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર પંચકુઈ દરિયાકાંઠાથી આગળના ભાગે એક મહિલાનો મૃતદેહ હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. નગ્ન જેવી હાલતમાં મળેલા અને કોહવાઈ ગયેલી હાલતમાં આશરે ૪૫ થી ૫૦ વર્ષની વયની અજાણી મહિલાના આ મૃતદેહનો કબજાે પોલીસે સંભાળ્યો હતો. આ મહિલા કોઈ કારણોસર દરિયાના પાણીમાં કેટલાક દિવસ પૂર્વે ડૂબી ગઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જેની ઓળખ માટે પોલીસે હાલ અકસ્માત મૃત્યું અંગેની નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.
મીઠાપુર નજીક ટ્રેક્ટર અકસ્માતમાં ચાલકનું મૃત્યું
મીઠાપુર નજીક આવેલા ગઢેચી ગામે રહેતા કારાભા સાજણભા માણેક નામના ૩૪ વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે મંગળવારે તેમના જી.જે. ૧૪ ડી. ૬૨૬૩ નંબરનું ટ્રેક્ટર ચલાવીને જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પાળાના ઢાળ ઉપરથી તેમણે ટ્રેક્ટર ઉપરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. જેના કારાભા માણેકને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ બહાદુરભા સાજણભા માણેકની ફરિયાદ ઉપરથી મીઠાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક કારાભા સાજણભા માણેક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯ તથા ૩૦૪ (અ) અને એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
દારૂના ચપલા સાથે આરંભડાનો શખ્સ ઝડપાયો
મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા કિશન રાણા જડિયા નામના શખ્સને પોલીસે રૂપિયા ૧,૦૫૦ની કિંમતના વિદેશી દારૂના ૧૫ ચપલા સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!