જૂનાગઢનું હિત જાેતા કહેવાતા નેતાઓ ‘જૂડા’ને વિસરી ગયા છે !

0

પ્રેસનોટ મોકલવાથી કામ પુરૂ થઈ જતું નથી કોઈપણ કાર્ય જાે સિધ્ધ કરવું હોય તો તેના માટે છેવટ સુધી જંગ લડવો પડે છે તે જૂનાગઢ આ નેતાઓને કોણ સમજાવશે ?

જૂનાગઢ શહેરના કેટલાક નેતાઓ સવાર, બપોર અને સાંજ અખબારી યાદીઓના ફરફરીયા મોકલવામાંથી નવાર નથી થતા. અખબારોમાં પ્રેસનોટો આપવી, ફોટા પ્રસિધ્ધ કરાવવા અને આ એક જ કામગીરીથી જાણે લોકોના દિલ જીતી લીધા હોય અને આમ જનતાને ખુબ સારી સુવિધા આપવામાં સિંહ ફાળો આપ્યો હોય તેવી રીતે આવા નેતાઓ સમાજમાં વટથી ફરી રહ્યા છે. જનતા પણ તેને ઓળખી ચુકી છે અને તેના સામે વ્યાપક રોષ પણ જાેવા મળી રહ્યો છે. પરંતુ આપણે કહેવત છે ને પથ્થર નીચે હાથ આવી ગયા પછી સહન કરવું પડે તેવી આ સ્થિતી છે. નેતાગણનો જનતા સમય આવે વધ કરવાની છે પરંતુ ત્યાં સુધી અનેક પ્રશ્ને જનતા જર્નાદન તેનો ભોગ બની રહી છે. આજે વાત કરવાની છે જૂનાગઢ શહેરમાં ‘જૂડા’ કે જે એક સમયે આ મુદ્દો ખુબ જ ગાજયો હતો અને આ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ કહેવાતા નેતાગણ બરાડા પાડી પાડીને જૂડાની રચના માટે અવાજાે કરતા હતા પરંતુ સરકાર દ્વારા તેઓની દાળ ગળવા ન દીધી અને ચેરમેનનું પદ મેળવવા માંગતા આવા કથીત નેતાઓની કારી ન ફાવી અને રાજકીય વ્યકિતની નિમણુંક ન થતા નેતાઓ થાકી ગયા અને જૂડાને ભુલી ગયા છે ત્યારે જૂનાગઢ શહેરના વિકાસ માટે જૂડાની રચના જરૂરી છે અને જૂડા કાર્યરત થાય તો આ શહેરના અનેક કામો થઈ શકે તેમ ત્યારે લોકોએ આ બાબતે તત્કાલ જાગવાની જરૂર છે તેવી બુલંદ માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢમાં જૂડાની રચના કરવામાં આવી ત્યારે ઘણાં લોકોએ ચેરમેન થવા ધમપછાડા કર્યા હતા. પરંતુ સરકાર દ્વારા આ ચેરમેન તરીકે રાજકીય વ્યક્તિની નિમણુંક ના કરી એટલે આખરે થાકીને નેતાઓ જૂડાને ભુલી જ ગયા છે. જૂડા પાસે ઘણા બધા કામ કરાવવાની જવાબદારી છે પરંતુ તે ફોટા પડાવવા પડાપડી કરનાર નેતાગણની જ છે. સાબલપુરથી વડાલ ફોર ટ્રેક હયાત બાયપાસને શહેરનો રીંગરોડ બનાવવા અને એ પણ ફોર ટ્રેક બનાવવામાં આવે એજ રીતે ટીંબાવાડી ગેઈટથી વંથલી સુધી ફોર ટ્રેક, ચોબારી ફાટક ઉપર ઓવરબ્રીજ, ઝાંઝરડા ચોકડીએ ઓવરબ્રીજ આવા અસંખ્ય કામો જૂડા દ્વારા થઈ શકે તેમ છે. પરંતુ જૂડાની રચનાને વર્ષો થયા હજુ સુધી નક્કર કામગીરી કરાવવામાં નેતાગણ નિષ્ફળ રહ્યા છે. અમદાવાદમાં છેઙ્ઘટ્ઠ દ્વારા ખુબ કામ થયેલ છે. રાજકોટમાં ઇેંડ્ઢછ દ્વારા હાલમાં સરસ મજાનો નવો રીંગરોડ બનાવવામાં આવ્યો, ગાંધીનગરમાં તો હજુ હમણાં જ ય્ેંડ્ઢછની રચના કરવામાં આવી છતાં કરોડો રૂપિયાના કામ ચાલુ છે. માત્રને માત્ર જૂનાગઢનું જૂડા સુષુપ્ત અવસ્થામાં છે. ત્યારે જૂનાગઢના કહેવાતા જાગૃત નેતાઓ વારંવાર ફોટા સેશન્સમાં અવાર-નવાર દેખા દેતા આવા નેતાઓએ પ્રજાના જે આ કામો કરવાની ખાસ જરૂર છે તે કામો પ્રત્યે તત્કાલ જાગવાની જરૂર છે અને યુધ્ધના મોરચે આ પાર કે પેલે પાર લડાઈ કરવામાં આવે તો જ કોઈપણ જંગ જીતી શકાય છે. ખાલી અખબારી યાદી આપવાથી કાંય વળતું નથી અને આ શહેરના નેતાગણ કે કહેવાતા જાગૃત નાગરિકો એકબીજાના વાસા થાબડવામાંથી નવાર પડતા નથી. ગ્રાન્ટ સરકાર ફાળવે અને આ કહેવાતા નેતાગણ વાહ.. વાહ.. પોતાની બોલાવે એવા આ જૂનાગઢના નેતાગણ છે. બરાબર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ બનાવી નાખ્યો છે આ શહેરનો ત્યારે કોક તો જાગો આ શહેરને સાચી દિશામાં સુખની છાયા અપાવી શકે અને પ્રજાજનોને કોઈપણ જાતની ફરિયાદ ન રહે તેવું કંઈક કરવામાં આવશે તો આ જનતા આવા નેતાઓને ફુલડે વધાવશે.

error: Content is protected !!