જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા એક પરિવારની ૧૪ વર્ષ અને ૬ મહિનાની સગીર વયની બાળાને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે અન્ય એક બનાવમાં ઝાંઝરડા ગામે રહેતા એક પરિવારની ૧૬ વર્ષ અને ૧૦ મહિના વાળી સગીર વયની દિકરીને જયભાઈ ગોરધનભાઈ પંચાસરા રહે.દેરડી વાળો લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર તાલુકાના સરદારગઢ ગામે યુવાનને મરવા માટે મજબુર કરવા અંગે પાંચ સામે ફરિયાદ
માણાવદર તાલુકાના સરદારગઢ ગામે રહેતા અશ્વિનભાઈ જમાનાદાસ અઘેરા પટેલ(ઉ.વ.પર)એ રવી રતીલાલ કોળી, લક્ષ્મી રવી કોળી, ભલા મેરામ કોળી, મૌલિક વિનુ ત્રાંબડીયા, મીતુલ વિનુ ત્રાંબડીયા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓ તેમાં આરોપી નં-ર લક્ષ્મી રવીભાઈ કોળી નામની યુવતીને રવી કોળી નામનીઆ કામના ફરિયાદીના ભાઈ એટલે કે મરણજનારે આરોપી નં-પ મિતુલ સાથે જાેએલ હોય અને જે બાબતે ફરિયાદીના ભાઈએ લક્ષ્મીને જે તે વખતે ઠપકો આપતા લક્ષ્મીએ તેના પતિને વાત કરેલ અને ત્યારબાદ લક્ષ્મીના પતિ રવીએ ફરિયાદીના ભાઈને વાડીએ બોલાવી માર મારેલ તેમજ આરોપીઓએ મૃતક યુવાનને ફસાવેલ અને તેની ખોટી વાતો ગામમાં કરતા હોય અને ત્રાસ આપી ધમકીઓ આપી હેરાનપરેશાન કરતા હોય જેથી ફરિયાદીના ભાઈને મરવા મજબુર કરતા તેણે આરોપીઓના ત્રાસથી કંટાળી જઈ પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયું છે. આ અંગે અશ્વીનભાઈ જમનાદાસ અઘેરાની ફરિયાદીના આધારે પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.