સાયલા નજીક અનિરૂધ્ધસિંહ જાડેજા ગ્રુપ દ્વારા આરએઆર હોટલનો શુભારંભ

0

ગઈકાલે રિબડાના અનિરૂધ્ધસિંહજી મહિપતસિંહજી જાડેજા ગ્રુપ દ્વારા સાયલાથી ૮ કિમીના અંતરે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે જુની મોરવાડ તાલુકો સુરેન્દ્રનગર લીંબડી તરફ આરએઆર હોટલનું અનિરૂધ્ધસિંહ જાડેજાએ ઉદઘાટન કરી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે જામનગરના માજી ધારાસભ્ય હકુભા જાડેજા તેમજ જૂનાગઢ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી પોરબંદરના રાજભા જેઠવા તેમજ રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહજી જાડેજા, રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા, કરશનભાઈ, જવેલ મેડમ અને સતુભા અનિરૂધ્ધસિંહ જાડેજા તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં હોટલનું શાસ્ત્રોકતવિધી સાથે શાસ્ત્રી મુકુન્દભાઈ પંડયાએ કરાવેલ તેમજ ઉદઘાટન કરતા અનિરૂધ્ધસિંહ જાડેજા તેમજ પૂજનવિધી કરતા રાજદિપસિંહ જાડેજા નજરે પડે છે. આ તકે અનિરૂધ્ધસિંહ જાડેજાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે લોકો પંજાબી-ચાઈનીઝ ભોજનથી કંટાળી ગયા છે ત્યારે અમારી આ હોટલમાં ભાવનગરના પ્રખ્યાત રસોયા જગાભાઈ અને તેની ટીમ આ હોટલમાં દેશી કાઠીયાવાડી ભોજન બાજરાનો રોટલો, રોટલી, ઉંધીયું, કઢી-ખીચડી, ચોખ્ખા દુધ, ઘી પીરસવામાં આવશે. તો સૌ સ્વાદપ્રેમી જનતાને આ હોટલની મુલાકાત લેવા અખબારી યાદીમાં અનુરોધ કરેલ છે.

error: Content is protected !!